Ahmedabad News: હાલમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે અમદાવાદ મહાનગર પાલિકાનો ટેક્ષ ન ભરનાર કરદાતાઓની ખેર નથી. કારણ કે એએમસીનો પ્રોપર્ટી ટેક્ષ ન ભરનારના મિલકત પર કલેક્ટર બોજો નોંધણી કરશે. જેના પગલે કરદાતા તેમની મિલકત વેચતી સમયે મુશ્કેલ થશે. એએમસી ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારના નીતિ બનાવામાં આવી છે અને જેને લઈને અનેક દુકાનો તેમજ એકમો સીલ મારવામાં આવી રહ્યા છે. પહેલીવાર 100 ટકા ટેક્ષ વ્યાજ માફી સ્ક્રીમ અમદાવાદીઓ માટે જાહેર કરાઇ છે. જે અંતર્ગત અનેક જૂની મિલકતોના ટેક્ષ બાકી હતા, તેમાં મોટી સંખ્યામાં કરોડો રૂપિયાની આવક ટેક્ષ વિભાગને થઇ હતી. કાલે પણ ટેક્ષ વિભાગની તિજોરીમાં 20 કરોડની જેટલી માતબર રકમ આવક નોંધાઇ હતી.
Kripal Homes PG in Ahmedabad
ટેક્ષ ન ભરતા તેમની સામે કાર્યવાહી
તાજેતરના આકંડા વિશે માહિતી મળી રહી છે કે એએમસી ટેક્ષ વિભાગે એક જ દિવસમાં 6016 મિલકત સીલ કરવામાં આવી હતી. એએમસી ટેક્ષ વિભાગ દ્વારા વ્યાજ માફીમાં 100 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ અનેક ટેક્ષ કરદાતાઓ ટેક્ષ ન ભરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે કરદતાઓના ટેક્ષની મોટી રકમ બાકી છે, તેવા કરદાતાઓના બાકી ટેક્ષની વસુલાત માટે રિકવરી ઝુંબશ દરમિયાન સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કાલે એક જ દિવસમાં 6016 એકમ સીલ કરાયા હતા. જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં 2226 મિલકત સીલ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયના સીધી ભરતીના કર્મચારીએ ઉચ્ચ અધિકારીનું અપમાન કેમ કર્યું ??
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. દરેક મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્ષનું બીલ તેમજ ડિમાન્ડ નોટિસ આપવામાં આવે છે, તેમ છતાં ઘણા કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવતો નથી. આવા પ્રોપર્ટી ટેક્ષ ન ભરનાર કરદાતાઓને છેલ્લી ચેતવણી નોટિસ બજાવવામાં આવે છે. તેમજ GPMC એક્ટની કલમ 42, 43 મુજબ ટાંચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી મિલકત સીલ કરવામાં આવે છે. ત્યાર પછી GPMC એક્ટની જોગવાઇ હેઠળ મિલકતની હરાજી સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આ જ નિયમોને લઈ તંત્રએ એક જ દિવસમાં 6016 એકમ સીલ કર્યા છે.