મોત ક્યાં લેવા જવું તેવું સહેજે કોઈ પણ વ્યક્તિ નું અકાળે મોત થાય ત્યારે મોઢા માંથી નીકળી જાય છે. તેવો જ બનાવ બુધવાર ની વહેલી સવારે રાજસ્થાન ના આબુરોડ નજીક બનતા ચકચાર મચી ગઇ હતી.
રાજસ્થાન ના પાલી જિલ્લા ના નાના ગામ માં રહેતો એક પરિવાર મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો અને તેઓ દર્શન કરી પરત ઘરે ફરી રહ્યો હતો તે દરમિયાન આબુરોડ નજીક કિવરલી ગામ પાસે આગળ જતાં એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ને નુકસાન થયું હતું.
જોકે આ ઘટના માં કાર માં બેઠેલા ઓ ને કોઈ ઇજા થઇ ન હતી પરંતુ બન્યું એવું કે જાણે યમદૂત તેઓ ના પાછળ પડયા હોય તેમ આખો પરિવાર અન્ય વાહન ની રાહ જોઈ રોડ ની સાઈડ માં બેઠો હતો.
તે સમય અચાનક એક ટેન્કર યમદૂત બની ને આવ્યું હોય તેમ ડિવાઈડર ને ટક્કર મારી સાઈડ માં બેઠેલા પરિવાર ને કચડી નાખતા એક સાથે 4 વ્યક્તિઓ ના કરુણ મોત થતા ચકચાર મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાં આબુરોડ પોલીસ સ્થળ પર પહોંચી કર્યાવહી હાથ ધરી હતી.