પાલનપુર: 10 દિવસ અગાઉ છાપી નજીક આવેલી ખાનગી હોટેલ પાસે થી કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદની પટેલ અશોકકુમાર અંબાલાલ આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુનાં મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડયા છે.
છાપી નજીક રાજસ્થાની એક સરકારી બસ ચા નાસ્તો કરવા ઊભી હતી તે દરમિયાન આંગડિયા પેઢી નું બસ માં રહેલું થયેલો જેમાં સોનાના દાગીના તથા સોનાની લગડીઓ મળી કુલ રૂ.૨,૬૩,૯૯,૭૫૦/- નો મુદ્દામાલ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આટલી મોટી ચોરી થતાં પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ટાવર સર્વેલન્સની સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે આ સમગ્ર ભેદ ઉકેલ્યો છે જેમાં બનાસકાંઠા એસીબીમાં ફરજ બજાવતા અર્જુનસિંહ રાજપૂત નામના પોલીસકર્મીને બાતમીના આધારે આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો છે.
આંગડીયા પેઢીનો કરોડો રૂપિયાના દાગીના ભરેલો થેલો છે. જે બાતમી આપનાર આંગડીયાપેઢીનો કર્મચારી હતો. જે જાણતો હતો કે દરરોજ સરકારી બસમાં કરોડ રૂપિયાના દાગીના લઇ આંગડિયા પેઢીના કર્મચારીઓ અવરજવર કરે છે. જે બાતમીના આધારે આરોપીઓ રાજસ્થાન થી અમદાવાદ અને અમદાવાદ થી છાપી સુધી બ્લેક સ્કોર્પિયો લઈ પીછો કરતા હતા. જે સમય દરમ્યાન છાપી નજીક હોટલ પર બસ ઉભી રહેતા આરોપીઓ બસની બારીમાંથી થેલો ફેંકી ફરાર થયા હતા.
1..સોનાના દાગીના આશરે ૨૧૮૦ કીલોગ્રામ રૂ.૯૪,૩૨,૬૦૦/- તથા રોકડ ૧૨,૪૩,૫૦૦/-
2… પિસ્ટલ તથા કારતુસ તથા કાર મળી કુલ રૂ.૧,૦૯,૮૬,૪૦૦/-
પકડાયેલ આરોપીઓ :-
(૧) હાપુરામ ઉર્ફે હેપી કિશનલાલ વિશ્નોઇ (ડારા)
(૨) જયપાલસિહ ઉર્ફે મહેન્દ્રસિહ જબ્બરસિહ ચૌહાણ (રાજપુત)
(૩) ભાવેશકુમાર ઉર્ફે જોન્સન પોપટજી સોલંકી માળી
નાસતા ફરતા આરોપીઓ :-
(૧) સુરેશ ઉર્ફે ટોપી લાધુરામ ઢાકા (વિશ્નોઇ)
(૨) પ્રવિણસિહ રાજેન્દ્રસિહ ચૌહાણ
(૩) ભજનલાલ મગારામ બેનીવાલ, વિશ્નોઇ)