ભવર મીણા (પાલનપુર): હરિયાણા તરફ થી કન્ટેનર માં દારૂ ભરી ગુજરાત તરફ આવતા દારૂ ના જથ્થા સાથે એક ઈસમ ને અમીરગઢ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.કેટલીક ચેકપોસ્ટ ની પોલીસ ની નજર ચૂકવી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર પહોંચેલો દારૂ જથ્થો અમીરગઢ પોલીસ ની બાઝ નજર થી બચી ન શક્યો.
રાજસ્થાન તરફ થી આવતા તમામ વાહનો નું અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર પી.એસ.આઈ.એમ.કે.ઝાલા પોતાના સ્ટાફ સાથે ઝીણવટ ભર્યું ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફ થી રાજસ્થાન પારસિંગ નું કન્ટેનર પુરઝડપે આવતા તેમજ રોકાવી તલાશી લેતા કન્ટેનર માં જુદી જુદી મારકા ની નેની5 મોટી ભારતીય બનાવટ ની દારૂ ની બોટલ ભરેલી પેટી નગ 500 મળી આવી હતી.અમીરગઢ પોલીસે દારૂ,મોબાઈલ,ટ્રક મળી કુલ રૂપિયા અંદાજે 45 લાખ નો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીયછેકે,રાજસ્થાન તરફ થી ગુજરાત માં દારૂ નો જથ્થો લઈ જતા કન્ટેનર ચાલક બાડમેર જિલ્લા ના નેડીનાડી ગામ નો નિવાસી હનુમાનરામ વક્તા રામ વિશ્ર્નોહી ની અટકાયત કરી દારૂ નો જથ્થો ક્યાં થી ક્યાં લઈ જવાતો હતો તે દિશા માં તપાસ હાથ ધરી છે.