Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાએ સમગ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ત્યારે હવે વરસાદ હળવો થતા વાવાઝોડાએ કરેલો વિનાશ સામે આવ્યા છે.બિપોરજોય વાવાઝોડાએ દ્વારકાને હચમચાવી નાંખ્યું છે. ત્યારે ખાસ કરીને દરિયાકિનારાના લોકોને ખૂબ નુકસાન પહોંચ્યું છે.જેના કારણે માછીમારોને પણ મોટું નુકસાન થયું છે.
આ વખતે માછીમારોને બેવડો માર પડ્યો છે. એક તરફ વાવાઝોડાની આગાહી થતા માછીમારી બંધ કરવી પડી હતી . તો બીજી તરફ, કિનારે લાંગરેલી બોટને તોફાને વાવાઝોડાના કારણે ભારે નુકસાન પોહ્ચ્યું છે.
બિપોરજોયના કારણે કચ્છના જખૌ પછી સૌથી વધુ નુકસાન દ્વારકાના ઓખા બંદરને થયું છે. રૌદ્ર રૂપે આવેલા વાવાઝોડાએ ઓખાને ધમરોળી નાંખ્યું હતું. જેમાં ખાડીમા લાંગરેલી બોટને ખૂબ નુકસાન પહોંચ્યું છે.વાવાઝોડા દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે દરિયાએ રૌદ્ર રુપ ધારણ કર્યું હતું. તેના કારણે પાર્ક કરેલી બોટ એક બીજા સાથે અથડાતા નુકસાન થયું હતું.
આ પણ વાંચો
યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું
આ તરફ બેટ દ્વારકાના માછીમારોની બોટ સલામત રહી હતી. બોટને સુરક્ષિત રાખવા અંદર સુધી બોટ મૂકવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને કારણે બોટ સલામત રહી હતી.’