મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે સમગ્ર રાજ્યમા આરોપીએને લઈને રોષ છે. આ બાદ હવે દુર્ઘટનાના મુખ્ય જવાબદાર જયસુખ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દીધા છે. મળતી માહિતી મુજબ મોરબી કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ બાદ કોર્ટે જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ 7 દિવસ સુધી જયસુખ પટેલની પૂછપરછ કરવામા આવશે. બીજી તરફ પીડીતોએ જયસુખ પટેલને ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે.
જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દીધા
ગઈકાલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. હવે સબ જેલમાંથી મોરબી પોલીસને તેમની કસ્ટડી સોંપાઇ છે. બીજી તરફ આ ઘટનામા મૃતકના પરિજનો માંગ કરી રહ્યા છે કે જયસુખ પટેલને ફાંસી આપવામા આવે. તેઓ વિરોધ અને હાય હાયના સૂત્રોચાર કરી રહ્યા છે. પીડિતોઓ કહ્યુ છે કે જયસુખ પટેલના કોર્ટમાં સરેન્ડર સમયે અમારા પર બળપ્રયોગ કર્યો છે. જયસુખ પટેલને ફાંસી આપો, એજ સાચો ન્યાય છે. તેને આશરો આપનાર કોણે છે તે અંગે પણ તપાસ થવી જોઇએ.
Budget 2023: બજેટથી શેરબજારમાં ધમધમાટ, આ શેરોએ બતાવી તેજી, જો કે અદાણીને તો પીલુડાં જ પાડવાના રહ્યાં
મોરબીનો ઝૂલતા પુલ તુટતાની સાથે ઘણા પરિવારો પણ તુટી ગયા છે. મોરબીની દુર્ઘટનાને આજે ઘણા દિવસો થઈ ગયા છે છતા પણ પીડિતોની વેદના હજુ પણ એમનીએમ જ છે. ઝૂલતો પુલ તૂટવાથી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હવે આ દુર્ઘટનાને જવાબદાર દોષિતોને કડકમાં કડક સજાની મંગ કરવામા આવી રહી છે.