ગુજરાત સરકાર ખેડૂતો પર ફિદા ફિદા થઈ ગઈ, જો ફોન લેવો હશે તો 6000 રૂપિયા આપશે, સાથે જ મોજ પડી જાય એવી સુવિધા પણ ખરી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ૧૦% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત માહિતી ખાતા તરફથી ટ્‌વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. હવે ખેડૂતોને ૧૦ ટકાને બદલે ૪૦% સુધી સહાય આપવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના ૨૫,૦૦૦ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ ૧૫૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

જે વધારીને હવે ખેડૂતો ૬૦૦૦ રૂપિયા મહત્તમની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. માહિતી ખાતા તરફથી ટ્‌વીટમાં લખવામાં આવ્યું છે કે, ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનામાં સહાય ધોરણ ૧૦%થી વધારી ૪૦% (મહત્તમ રૂ.૬,૦૦૦/- સુધી) પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના ૨૫,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ પહેલા સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મહત્તમ ૧,૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી.

હવે આ સહાય રકમ વધારીને ૬,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના ૧૦ ટકા સુધીની (મહત્તમ ૧૫૦૦ રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવશે. આ સ્કીમ તમામ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે.

જાેકે, જમીનની સંયુક્ત ભાગીદારીના કેસમાં ફક્ત એક જ ખેડૂતને સહાય મળશે. એક વખત અરજીનો સ્વીકાર થયા બાદ ખેડૂતો સ્માર્ટફોનનું બિલ, ફોનનો નંબર, કેન્સલ ચેક તેમજ જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ યોજનાની જાહેરાત નવેમ્બર ૨૦૨૧માં કરવામાં આવી હતી હવેતેનો એક્સપાન્ડ કરવામાં આવ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly