ગુજરાતના વાતાવરણમા ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં મેધમહેરની આગાહી કરી છે જેમા દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લઓનો સમાવેશ થાય છે. 8થી 11 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યમા વરસાદની આગાહી કરાઇ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જગાણા, ભાગલ અને લાલાવાડામા વરસાદી નોંધાયો છે.
જો કે આ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામા મૂકાયા છે. મગફળીના પાક તૈયાર થઈ ગયો છે અને આ માવઠાને કારણે નુકસાનની શક્યતાઓ છે. સાબરકાંઠામાં ઝરમર-ઝરમર વરસાદ નોંધાયો છે.
-8મી ઓક્ટોબર: ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદ ખાબકી શકે છે.
-9મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ વરસાદની આગાહી કરી છે.
-8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.