કેનેડામાં 3 કોલેજની માન્યતા રદ થવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમા મુકાયા છે. આ બાબતે કેનેડિયન સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓ વિરોધ પણ કરી રહ્યા છે. આ 3 કોલેજો ક્યૂબેક પ્રાંતની છે જેમા CCSQ કોલેજ, M કોલેજ અને CDE કોલેજનો સમાવેશ થાય છે. આ કોલેજોમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબી છે અને કેટલાક ગુજરાતી, તમિલનાડુના છે. એક તરફ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ સરકારે હાથ અધ્ધર કરી દીધા છે.
આ અંગે મોન્ટ્રિયલ યુથ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન (MYSO)ના કો-ફાઉન્ડર વરુણ ખન્નાએ કહ્યુ કે, ‘અત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પાસે કહેવા માટે કંઈ જ નથી. લીગલ સિસ્ટમના માધ્યમથી તેમની ફી રિફંડ થઈ શકશે નહીં. કારણ કે કેનેડિયન ગર્વન્મેન્ટની જે લીગલ સિસ્ટમ છે. હવે આ મામલે પહેલા પ્રોપર્ટી સીલ થશે અને પછી પૈસા આવશે અને જો તેમા વધશે તો વિદ્યાર્થીઓનો નંબર લાગશે તેમને રિફંડ મળશે.
હવે આ મામલે વરુણના મત મુજબ વિધાયર્થી કા તો તેમના એજન્ટ પાસેથી રૂપિયા પરત લઈ લે અથવા RPI ગ્રુપ રૂપિયા આપે. RPI ગ્રુપ ગમે તેટલા રૂપિયા આપે તે લઈ લે. હવે આ મામલે કેનેડાની કેન્દ્ર સરકારે માત્ર કાયદાઓમાં સુધારો કરવાનું આશ્વાસન આપ્યું છે. જો કે વરુણે કહ્યુ છે કે વિકેન્ડમાં અમે રેલી કરીશુ અને અમે મોન્ટ્રિયલના ડાઉનટાઉનમાં 12 કલાક સુધી માટે અમે ડાઉનટાઉનને બ્લોક કરીશું. ત્યારબાદ પણ જો સમાધાન નહી આવે તો અમે ઓટવામાં પાર્લામેન્ટ હાઉસ સામે જઈને આંદોલન કરીશું.