ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાય આવ્યા છે. કમલમમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજનાથસિંહ, યેદિયુરપ્પા, અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે ભાજપના તમામ 156 ધારાસભ્યો રહ્યા હાજર રહ્યા હતા. ત્યારે ભુપેન્દ્ર પટેલને નવા મંત્રીમંડળ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- હજુ ચર્ચા વિચારણા ચાલી રહી છે. પાર્ટીનો જે પણ નિર્ણય હશે એમના નામ સામે આવશે. તો અત્યારે બધા ધીરજ રાખો. ટૂંક જ સમયમાં નામ સામે આવી જશે. જો કે તો પણ સંભવિત મંત્રીમંડળના નામ નીચે પ્રમાણે લેવામાં આવી રહ્યા છે.
ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ..
ભુપેન્દ્ર પટેલ ( મુખ્યમંત્રી )
ઋષિકેશ પટેલ
કુવરજી બાવળીયા
જયેશ રાદડિયા
અલ્પેશ ઠાકોર
શંભુપ્રસાદ ટુંડિયા
રમણલાલ વોરા
પરસોતમ સોલંકી અથવાહીરાભાઈ સોલંકી
અમિત શાહ,અમિત ઠાકર અથવા અમુલ ભટ્ટ
બાલકૃષ્ણ શુક્લ અથવા મનીષા વકીલ
કેશાજી ઠાકોર
પંકજ દેસાઈ
જીતુભાઈ વાઘાણી
કિરીટસિંહ રાણા
સંગીતા પાટીલ અથવા દર્શના દેશમુખ
કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડીયા
જગદીશ પંચાલ
પૂર્ણેશમોદી
કનુભાઈ દેસાઈ
અર્જુનસિંહ ચૌહાણ
રાઘવજીભાઈ પટેલ
મુળુભાઈ બેરા
શંકર ચૌધરી
હર્ષ સંઘવી
નિમિષા સુથાર
વિનુભાઈ મોરડીયા અથવાકુમાર કાનાણી
ગણપત વસાવા
નરેશ પટેલ
કુવરજી હળપતિ