પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જોઈતી મદદની સંપૂર્ણ ખાતરી આપી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓશ્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 15, 2023
ગુજરાત પર તોળાઈ રહેલા બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.
આ પણ વાંચો
હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું
પ્રધાનમંત્રીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી