ગુજરાતમાં જ્યારે પણ કોરોનાનો મુદ્દો હોય ત્યારે ઘોડા છુટી ગયા પછી સરકાર અચાનક તબેલાને તાળા મારતી જાેવા મળતી હોય છે. તેવી જ સ્થિતિ ફરી એકવાર ગુજરાતમાં સર્જાવા જઇ રહી છે ત્યારે સુરત પોલીસ અને સુરતનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જાે કે હજી પણ આ સમયસુચકતા ભર્યો ર્નિણય કહી શકાય પરંતુ ગુજરાતમાં તો સરકાર હજી પણ ગાઢ નિંદ્રામાં છે. કોરોના મુદ્દે જાણે બિન્દાસ્ત મોડમાં હોય તેવી સ્થિતિ હાલ જાેવા મળી રહી છે. કોરોનાના કેસ ૧૦૦૦ ને આંબવામાં છે પરંતુ સરકાર કોઇ નક્કર પગલા નથી ઉઠાવી રહી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વિપરીત બનતી જઇ રહી છે તેવામાં હવે સરકાર જાગે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ગુજરાતમાં કોરોનાના નવા ૭૧૭ કેસ નોંધાયા હતા. તેવામાં હવે સુરત તંત્ર જાગ્યું છે. સુરતમાં ફરી એકવાર કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જેના પગલે શહેરમાં ૪થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવાની સાથે માસ્ક તથા કોરોનાની ગાઇડલાઇનનું પણ કડક પણે પાલન કરાવવા માટે સુચના અપાઇ છે. ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સૌથી વધારે કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. જ્યારે બીજા નંબરે હાલમાં પણ સુરત છે.
જેથી સુરતનું તંત્ર ફરી એકવાર સક્રિય થઇ ગયું છે. ભીડભાડવાળા સ્થળો પર પોલીસને ખાસ નજર રાખવા માટે પણ સુચના અપાઇ છે. આજ રાતથી જ જાહેરનામાનાં કડક અમલની સુચના અપાઇ છે. ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા સામાન્ય નિયમોનું ખાસ પાલન કરે અને તે માટેની આનુષાંગીક તૈયારીઓ ઘરેથી કરીને નિકળે પોલીસ સાથે ઘર્ષણ ટાળે.