રાજકોટના રેલનગરથી શિક્ષકની ચાલુ ક્લાસે શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીના મોરબી રોડ પર આવેલી એક ખાનગી શાળામાથી આ વિવાદમાં સામે આવ્યો છે. આ વિશે વિગતે વાત કરીએ તો કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મેથ્સ ટીચર બાલમુકુંદે એક સંજ્ઞા પૂછી હતી. આ દરમિયાન વિદ્યાર્થિની આ સંજ્ઞા સમજી શકી ન હતી જેથી શિક્ષકે ચાલુ ક્લાસે વિદ્યાર્થીને “આઈ લવ યુ” બોલવા દબાણ કર્યુ.
શિક્ષકે ચાલુ ક્લાસે વિદ્યાર્થીને “આઈ લવ યુ” બોલવા દબાણ કર્યુ.
હવે આ મામલે શિક્ષક પર આરોપ લાગાવતા વિધાર્થીનીની માતાએ શાળાના આચાર્ય પાસે રજૂઆત કરી હતી. આ સાથે વાલીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. જો કે આચાર્યએ સ્પષ્ટતા કરી છે કે શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને આ સંજ્ઞા સમજાવવા માટે આઈ લવ ઘીસ ફોર્મ્યુલા શબ્દનો પ્રયાગ કરાયો હતો.
તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો ઘાયલ
આ સાથે તેમણે કહ્યુ કે આ શબ્દ પ્રયોગનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે. આ માટે શાળાના આચાર્યેએ સીસીટીવી કેમેરા જોવાની ભલામણ કરી છે. આ બોલતા પુરાવા શાળાના આચાર્યએ જિલ્લા શિક્ષણધિકારીનેં પણ આપ્યા છે.