બનાસકાંઠા જિલ્લામાં રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર જંગલ વિસ્તાર નહીવત વરસાદના લીધે પાણીના કુદરતી સ્ત્રોતમાં પાણી સુકાઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા કૃતિમ બનાવેલા કુંડ માં પાણી ભરવા માં આવે છે પરંતુ વન્ય જીવો પાણીની શોધ માં રેવન્યુ વિસ્તારમાં આવી જતા હોવાથી માનવીઓ પર વન્ય જીવો દ્વારા હુમલો કરાતો હોવા નું કહેવાય છે.
અમીરગઢ તાલુકાના જેસોર રીંછ અભયારણ્ય માં રીંછના હુમલાની ઘટના બનતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે.અભયારણ્ય વિસ્તાર માં આવેલા ઇસવાણી માતાજી ના મંદિર માં પૂજારી તરીકે સેવા આપતા ભુતાભાઈ પરમાર ઊં.વ 55 પર રાત્રી ના સમય રીંછે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા પૂજારી ને 108 ના પાઇલોટ અરવિંદભાઈ તેમજ ઇએમટી ભાવિનભાઈ દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
મેં જૂન માસ માં ગરમી સાથે પાણી ની તંગી વર્તાતી હોવાથી પાણી ની શોધ માં ફરતા વન્ય જીવો દ્વારા લોકો પર હુમલા કરાતા હોવા નું લોકો નું કહેવું છે. અત્રે ઉલ્લેખનીય છેકે,રીંછ ના હુમલા માં ગંભીર રીતે ઘવાયેલા આધેડ પૂજારી પાલનપુર સિવિલહોસ્પિટલમાં સારવાર હેઠળ છે