પાલનપુર: કેટલાક સમાજના આજના આધુનિક જમાનામાં પણ કુટેવના રિવાજોને લઈ સમાજના યુવાનોને નુકશાન ભોગવવાનો વારો આવે છે તેવોજ કઈક બનાવ અમીરગઢ તાલુકામાં બનતા ચકચાર મચી જવા પામ્યો હતો.
રબારીયા ગામની એક આદિવાસી કિશોરી પોતાના મિત્ર સાથે લગ્નમાં ગઈ હતી જોકે બુધવારના સવારે ગામમાં એક ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા તેમજ ઘટનાની જાણ લોકોને થતા મૃતક કિશોરીના પરિજનો સહિત લોકોના ટોળેટોળાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા.
બનાવની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
શંકાસ્પદ હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા અનેક શંકા અને આક્ષેપો સાથે ચર્ચા વહેતી થઈ હતી
દરમિયાન અમીરગઢ પોલીસે એડીનો ગુનો નોંધી કિશોરીના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી મૃતદેહ વાલીવારસદારોને સોંપી દેવાયો હતો.
પરંતુ આદિવાસી સમાજમાં પરંપરાગત ચાલતા ચડોરતરાના રિવાજના પગલે મૃતક કિશોરીના સગાઓ સહિત ટોળાએ સામે વાળાના ખોરડાઓ પર હુમલો કરતા ઘરો સહિત ઘરમાં પડેલા સામાનને નુકસાન પહોચાડ્યું હતું.
તેમજ કિશોરીનો મૃતદેહ તેઓના ઘર આગળ બાળી વેર વળતા આ ઘટનાની જાણ પોલીસ ને થતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
200 લોકો ના ટોળા સામે ગુનો નોંધી 8 જેટલા લોકો ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે,છેલ્લા બે દિવસ થી ચાલતી ઘટના ને લઈ પંથક માં ચકચાર મચી ગઇ હતી.