(શ્રવણ પરમાર): બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના કોરેટી ગામે આવેલ તળાવમાંનુ પાણી અઠવાડીયામાં ગુલાબી કલરનુ બની જતા ગ્રામજનોમા અનેક પ્રકાર ના તર્ક વિતર્ક તેમજ આશ્ચર્યજનક ધટના સામે આવી છે. કોરેટી ગામના જગદીશ દાન ગઢવી દ્વારા મિડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, કે આ તળાવ વચ્ચે જે નિલકંઠ મહાદેવ નું મંદિર આવેલું છે,એ પાંડવો વખતનુ પૌરાણિક મંદિર આવેલુ છે.
પાચ પાંડવોએ પણ નિલકંઠ મહાદેવની પુજા અર્ચના કરેલ છે, એવી લોકવાયકા પણ છેઅને ગામના વડીલોએ પણ કહ્યું કે અમારી 80 વર્ષની ઉંમરેમાં આવુ કુતૂહલ સર્જાયું નથી, એવું પણ જાણવા મળી રહ્યું છે. નીલકંઠ મહાદેવના મંદિરની બાજુ માં આવેલ તળાવના પાણીનો કલર બદલાતા ગ્રામજનોમાં અનેરું કુતુહલ જોવા મળી રહ્યુ છે. ગામે આવેલ તળાવ વચ્ચે નિલકંઠ મહાદેવનું પૌરાણિક મઃદિર આવેલ હોવાથી અચાનક અઠવાડિયામાં પાણી ગુલાબી કલરનુ જોવા મળતા ધર્મપ્રેમી જનતા નિલકંઠ મહાદેવનો પરચો પણ માની રહ્યા છે અને જનતાની આસ્થામાં થયો વધારો છે.
કોરેટીના જાગ્રુત નાગરિક દ્વારા મિડીયા સમક્ષ રજુઆતો પણ કરવામાં આવી કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને અમોને ગ્રામજનો ને જણાવવામાં આવે કે, નિલકંઠ મહાદેવનો પરચો જોવા મળી રહ્યો છે,કે પછી શુ ?
કોરેટી ગામના તળાવમાં પાણીનો કલર શાને લીધે બદલાયો એ રહસ્ય અકબંધ