ગીરના ગાયની તાકાતનો અંદાજો કરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે. હવે બને છે એવું કે ગીર નજીક જંગલમાં બે સિંહો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં એક ગાય જોવા મળી અને તરત જ તેના પર હુમલો કર્યો હતો. સાવજે ગાય પર હુમલો કરતાં ગાયને ગંભીર ઈજા પહોંચી અને લોહિયાળ થઈ ગઈ હતી. પણ ગાયે હિંમત ન હારી અને બંને સિંહોને ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા. ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. છતાં પણ ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા.
જ્યારે આ ઘટના બની ત્યારે લોકોને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. તેઓ સહેલાઇથી શિકાર પણ મેળવી લેતા હોય છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી મહામુસીબતે ઉભી થઇ હતી. અને સિંહોને ખદેડી મૂક્યા હતા.