ઓહ બાપ રે: બિમારીથી એવા કંટાળ્યા સુરતના આ જાણીતા બિલ્ડર કે ઘરમાં જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે 70 વર્ષના બિલ્ડર અને હોટલના માલિક અરજણભાઈ મણિયાએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે 70 વર્ષના બિલ્ડરને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પીપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડર હતા. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમારીથી પીડાતા હતા. બીમારીથી કંટાળી આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

એપલ-ગૂગલનો પણ બાપ છે આ કંપની, સરેરાશ પગાર 1.4 કરોડ, પટાવાળા પણ લાખોમાં ટેક્સ ભરે છે!

દેશની સૌથી મોટી ડેરીની કહાની, 250 લિટર દૂધથી શરૂ થયેલી સફર 2.63 કરોડ લિટર સુધી પહોંચી, દરરોજ 150 કરોડની કમાણી

ગુજરાતમાં ધોમ-ધખતા તાપથી મળશે છૂટકારો, 2 દિવસ માવઠું ખાબકશે, પછી પારો આગ ઝરતી ગરમી ફૂંકશે

અરજણભાઈને બે વર્ષ પહેલાં બ્રેન સ્ટોકનો એટેક આવ્યો હતો. ત્યારબાદથી તેમને બોલવા અને ચાલવાની તકલીફ થઈ હતી. છેલ્લા બે વર્ષથી અરજણભાઈ પથારીવશ હતા. જેને લઈને ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા. અરજણભાઈના પુત્ર ભરતભાઈ એ જણાવ્યું હતું કે, પેરાલિસિસ હોવાથી તેમની રિવોલ્વર પણ લોકરમાં મૂકી દીધી હતી. આજે સવારે રિવોલ્વર ગમે તેમ કરીને લોકરમાંથી કાઢીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળીને આ પગલું કર્યું હતું.અરજણભાઈ એ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી શોકનો માહોલ છવાયો હતો. છેલ્લા બે વર્ષથી અરજણભાઈની સેવા સાકરી કરતા પુત્રોને વધુ આઘાત લાગ્યો હતો.


Share this Article
TAGGED: , ,