Gujarat News: ભારત દેશમાં ઠેરઠેર આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી અવિરત સમુદ્રમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવે છે. આ તકનો મોટી સંખ્યામાં પોરબંદરના શહેરીજનોએ પણ લ્હાવો લીધો હતો.
પોરબંદરમાં અનોખી રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. છેલ્લા 23 વર્ષથી પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રાષ્ટ્રભક્તિમાં રંગાય છે. આજે 26 જાન્યુઆરીના રોજ પોરબંદરમાં આવેલ શ્રી રામ શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આજે જ લાભ લઈ લો… સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ છે?
આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દર વર્ષે ક્લબના તમામ મિત્રો સમુદ્રમાં અંદર સુધી જઈને ધ્વજવંદન કરે ત્યારે અનોખું વાતાવરણ સર્જાય છે. સમુદ્રમાં જ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન ગવાય છે.