બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ડીસા ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડીસા ઓવરબ્રિજ પર આ ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માત બાદ ઇસબગુલ ભરેલો ટ્રક બ્રિજ પર જ પલટી ગયો હતો. જેના પગલે એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો.
બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રેલરને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ડીસાના નવા ઓવરબ્રિજ પર રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયું છે. આ મામલે ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ડીસા માર્કેટયાર્ડમાં જવા માટે ઇસબગુલ ભરેલો એક ટ્રક રોંગ સાઇડ માં આવી રહ્યો હતો. આ દરમિયાન તેની ટક્કર એક ટ્રેલર સાથે થઈ હતી.
બનાસકાંઠાની રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, ૧ પુરુષ અને ૧ બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોનાં મોત થયા છે. બનાવમાં અન્ય પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે. આ કેસમાં ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ખાનગી બસનો ડ્રાઇવર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.
બનાસકાંઠાની રાજસ્થાન સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, ૧ પુરુષ અને ૧ બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા, સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મુત્યાંક વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ખાનગી બસનો ડ્રાઇવર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગવાડી વિસ્તારમાં રહેતા અરબાજ શેખ નામના રિક્ષાચાલક તેના બે મિત્રો સાથે એની રિક્ષા લઈને રાજસ્થાન સાચોર પાસે આવેલી પીરની દરગાહ માથુ ટેકવા માટે ગયા હતા. પીરની દરગાહથી દર્શન કરીને પરત ડીસા જઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુરનો ફુલવાદી પરિવાર રિક્ષાચાલકને મળ્યો હતો અને રિક્ષા ચાલકે આ રાધનપુરના ફુલવાદી પરિવારને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.
તે દરમિયાન વીંછીવાડી પાસે પુરઝડપે આવી રહેલી રાજસ્થાનની ખાનગી બસ ઓવરટેક કરવા જતાં રિક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતાો. ઘટના સ્થળે જ રિક્ષામાં બેસેલા રિક્ષાચાલક અરબાજ શેખ, નીલમબેન તુલસીભાઈ ફુલવાદી તેમજ દિવાબેન નરેશભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધાનેરા ૧૦૮ની ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ આઠ લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જેમાંથી સારવાર દરમિયાન ૧૦ વર્ષના બાળક શંકરભાઈ તલશાભાઈ ફુલવાદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ તળશાભાઈ મણાભાઈ ફુલવાદી, ભાનુબેન પોપટભાઈ ફુલવાદી, દરિયાબેન રણજિતભાઈ ફુલવાદી, સાહિલભાઈ જાકિરભાઈ શેખ, સાહિલભાઈ અકબરભાઈ શેખ તથા અન્ય બે નાના છોકરાઓને ધાનેરાના રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના સ્થળેથી ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઇવર ટ્રાવેલ્સ મૂકીને ફરાર થઇ ગયો હતો. ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.