ગુજરાતમા વિધાનસભા ચૂટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. દિગ્ગજ નેતાઓ રાજ્યમા રેલીઓ કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી દેવાયા છે.
આ વચ્ચે સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતમા પહોચ્યા છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે.
આણંદથી મેદાને ઉતરેલા ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રચાર માટે આવ્યા હતા. તેમણે 112-આણંદના ઉમેદવાર યોગેશ પટેલના કાર્યાલયના ઉદઘાટન પણ કર્યુ.
આ દરમિયાન સ્મૃતિ ઈરાનીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આણંદ પ્રચાર વખતે સ્મૃતિ ઈરાની પાણીપુરીની મજા માણી હતી. સ્મૃતિ ઈરાનીને જોવા માટે અહી લોકોની ભીડ ઉમટી હતી જેનો હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.