છેવાડાના ગામમા રહેતી ગુજરાતી દીકરી ઉર્વશી દુબેએ આજે પોતાનુ સપનુ પૂરૂ કર્યુ છે અને પહેલી ઉડાન ભરી છે. ઉર્વશી દુબે હવે કોમર્શિયલ પાયલોટ બની ગઈ છે. આભમાં ઊંચી ઉડાન ભરવાનુ સપનુ ઉર્વશી દુબેએ બાળપણમા જ જોયુ હતુ.
ઉર્વશી દુબેએ બાળપણમા જ જોયુ હતુ સપનુ
તે પોતાની મમ્મીને કહેતી કે હું એક દિવસ વિમાન ઉડાવીશ, પપ્પા મારે પાયલોટ બનવું છે. જ્યારે તે ધોરણ 6માં અભ્યાસ કરતી ત્યારથી જ કિમોજ ગામની ઉર્વશી દુબેએ એરક્રાફ્ટને જોઈને તેને ઉડાવવાનુ સ્વપ્ન જોયેલુ.
કોમર્શિયલ પાયલોટનુ લાયસન્સ તેને મળી ગયુ
જો કે પરિવાર ભરૂચના જંબુસર નજીક કીમોજ ગામમાં કાચા મકાનમાં રહેતો હતો. ખેડૂત પરિવારની ઉર્વશીને પોતાનુ આ સપનુ પુરૂ કરવા અનેક આર્થિક કઠણાઈઓનો સામનો કરવો પડ્યો. પરતુ તેને હાર ન માની અને આખરે આજે કોમર્શિયલ પાયલોટનુ લાયસન્સ તેને મળી ગયુ છે.સમાન્ય ખેડૂત પરિવારમાથી આવતી આ દીકરીના આભમાં ઊંચી ઉડાન ભરવાના સપના વિશે સાંભળીને લોકો મજાક ઉડાવતા હતા.
પરિવારને ઘણી આર્થિક મુશ્કેલીઓ આવી
હવે જ્યારે ઉર્વશી આજે પાયલોટ બની ગઈ છે ત્યારે એ જ લોકો દીકરીને શુભકામનાઓ આપી રહ્યાં છે.ઉર્વશીનો પરિવાર કિમોજ ગામમા રહે છે. પિતા વ્યવ્સાયે ખેડૂત છે. પિતાનુ નામ અશોકભાઈ અને માતા નીલમબેન છે. ઉર્વશીનુ આ સપનુ પૂરૂ કરવા માતા-પિતાએ તેનો ઘણો સાથ આપ્યો.
ભત્રીજીને પાયલોટ બનાવવા કાકાએ ખર્ચ ઉઠાવ્યો
આ સિવાય ભત્રીજીને પાયલોટ બનાવવા કાકા પપુ દુબેએ પણ ખર્ચ ઉઠાવ્યો. જો કે, મુશ્કેલી ત્યારે વધી ગઈ હતી જ્યારે કાકાનુ કોરોનામાં મોત થયુ. આ બાદ પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી. બીજી તરફ ઓપન કાસ્ટને લઈ સરકારી લોન સાથે ખાનગી બેંકોમાં પણ તેમને તકલીફો થઈ રહી હર્તી. જો કે તકલીફો આવી ત્યારે ત્યારે તેમને મદદગાર પણ મળ્યા હતા.
ઉર્વશીની આ સફર અંગે વાત કરીએ તો તેણે ગુજરાતી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લીધુ અને ત્યારબાદ 12 સાયન્સ મેથ્સ સાથે તે આગળ વધી. આ પછી પાયલોટ બનવા તેની સફર જંબુસરથી વડોદરા, ઈન્દોર, દિલ્હી, જમશેદપુર સુધી આગળ વધી. આખરે તેને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળી ગયુ. દીકરીનુ પાયલોટ બનવાનું સ્વપ્ન સાકાર થતા પરિવાર ઘણો ખુશ છે.