Vadodara News: વડોદરામાં કેટલાય સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં પોલીસ સાથે ઝઘડો કરીને શખ્સે લાફો ઝીંકી દીધો હતો. પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં પ્રકાશભાઇ દારૂ પીને હેરાન કરે છે. પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર કાંડ થયો હતો. ત્યારે હવે ફરીથી વડોદરામાં એક નવો જ કિસ્સો સામે આવ્યો છે.
વડોદરાના પાદરામાંથી ગુરૂવારે મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરાની આ મહેફિલની વાત કરીએ તો ત્યાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં ઝડપાયા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે 31 ડિસેમ્બર પહેલા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતાં.
વિગતો મળી રહી છે કે પાદરા પોલીસે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ એકત્ર કર્યા હતા. આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 31 ડિસેમ્બર પહેલા રાજ્યની પોલીસ તમામ જગ્યાએ સતર્ક થઇ ગઇ છે.