Vadodara News: આજકાલ ચોરીના કિસ્સામાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એ જ અરસામાં હાલમાં વદોડરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે બે અનોખા ચોર ઝડપાયા છે. આ ચોરની ચર્ચા એટલા માટે કરવામાં આવી રહી છે કે એમની ચોરીની સ્ટાઈલ આખી દુનિયા કરતાં કંઈક અલગ છે. તે ચોરી કરતા પહેલાં દાણા જોવડાવવાની વિધી કરતાં હોવાનું બહાર આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. આ બે અનોખા ચોરની પોલીસે ધરપકડ કરી છે.
વિગતો મળી રહી છે કે આ ગેંગ ચોરી કરતા પહેલા ભુવા પાસે દાણા જોવડાવતા અને બાદમાં ચોરી કરવા જતાં હતા. ઘણા સમયથી આવું ચાલુ હતું અને આખરે પોલીસે હવે ઝડપી લીધા છે. આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ અને દિલ્હીમાં ચોરી કરીને હાહાકાર મચાવતી હતી. મોટાભાગે આ ગેંગ વૃદ્ધ મહિલાઓને પોતાનો શિકાર બનાવતી હતી. રિક્ષામાં બેસાડી ગેંગના સભ્યો પણ પેસેન્જર તરીકે રીક્ષામાં બેસે અને બાદમાં સોનાના દાગીના કે રોકડની લૂંટ કરતા હતા.
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!
પોલીસને બાતમી મળી અને ઓપરેશન પાર પાડ્યું છે. 6 જેટલા આરોપીને પોલીસે જેલભેગા કર્યા છે. પોલીસ પણ કહે છે કે ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ વડોદરામાં પકડાયેલા ચોરો આશ્ચર્યમાં મૂકે તેવા છે. તેઓ ચોરી કરતાં પહેલા ભૂવા પાસે દાણા જોવડાવતા હતા. તે બાદ જ ચોરી કરવા નીકળતા હતા. આવા બે રીઢા ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.