ભાઈ ભાઈ, વિજય રૂપાણીએ અસલ કાઠિયાવાડી ભાષામાં કહ્યું- ગુજરાતના લોકો કેજરીવાલ અને એની કંપનીના ગાભા છોતરા કાઢી નાખશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યુ જે ચારેતરફ ચર્ચાઈ રહ્યુ છે. વિજય રૂપાણીએ એક આમ આદમી પાર્ટી અને કેજરીવા અંગે આ નિવેદન આપ્યુ છે જે બાદ રાજકારન ગરમાયુ છે. વિજય રૂપાણીએ કહ્યુ છે કે આમ આદમી પાર્ટી હવે ખુલ્લી પડી ગઇ છે. કેજરીવાલ એન્ડ કંપનીના ગુજરાતની જનતા ગાભા છોતરા કાઢી નાંખશે.

આગળ વાત કરતા વિજય રૂપાણીએ કહ્યુ કે ભાજપ બે તૃત્યાંશ બહુમતીથી ચૂંટણીમાં જીતીને આવશે. રાજ્યની જનતા જાણે છે કે હિન્દૂ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા સૂત્ર અહીંથી જ આવ્યું અને એટલે જ આજે દેશભરમાં ભાજપ છવાયેલી છે.

થોડા દિવસો પહેલા AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આરોપ લાગ્યો હતો કે તેઓ લોકોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાની અને ક્યારેય તેમની પૂજા નહીં કરવાની શપથ લોકોને લેવડાવી રહ્યા છે. બીજેપી નેતાઓએ આનો એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો હિંદુ દેવી-દેવતાઓમાં વિશ્વાસ નહીં કરવા અને તેમની પૂજા નહીં કરવાના શપથ લેતા જોવા મળે છે.


Share this Article