અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી, SG હાઇવે, બોડકદેવ,સરસપુરમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદમાં વરસાદે તોફીની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાંજના પાંચ વાગ્યા પછી અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.

શહેરના ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાંજરાપોળ, યુનિવર્સિટી, એસજી હાઇવે, ઇસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. . ઓફીસ છૂટવાના સમયે વરસાદ ખાબકતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા છે.

https://twitter.com/i/status/1682782703849029635

તેમજ અમદાવાદના રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે એરપોર્ટ સર્કલ પર ટ્રાફિકજામ થઈ જતા મુખ્યમંત્રીના કાફલાને સરદારનગર હાંસોલમાં જુલેલાલ મંદિર પાસે થઈને પસાર થવુ પડ્યું હતું.અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 12 દરવાજા 7 વાગ્યાથી ખોલીને 33660 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી વાસણા બેરેજની નીચણવાળાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે એરપોર્ટ પર પણ પાણી ભરાયા.

 શહેરના બોપલ એસજી હાઇ-વે, અને વેજલપુર તેમજ મેમકો નરોડા રોડ ઉપર એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. શહેરમાં છેલ્લા એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રખિયાલ, ગોમતીપુર, સરસપુર રોડ, જોધપુર, બોડકદેવ, માનસી ચાર રસ્તા, પકવાન, સેટેલાઈટ, શિવરંજની, શ્યામલ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, ગોતા, સરખેજ, જમાલપુર, લાલદરવાજા આસ્ટોડિયા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આનંદનગરનું ઔડા તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા આસપાસના ફ્લેટમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. જેના કારણે બોપલ પોલીસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણીને કારણે સેંકડો વાહનો બંધ થયા છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણીમાં ગટરના પાણી મિક્સ થયા છે. સરસપુરમાં પણ અનેક ઘરોમાં પાણી ધૂસ્યા છે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

શહેરના વસ્ત્રાપુર, વાસણા, નિકોલમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બોપલમાં કરોડોની કિંમતના બંગલામાં  પાણી ભરાયા છે. હજુ પણ કેટલાક વિસ્તારમાં જળભરાવ સતત યથાવત છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા બાદ સ્થિતિ હજુ બેકાબૂ બનેલી છે. આવતીકાલ સવાર સુધી અમદાવાદમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ આપવામા આવ્યું છે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની અંબાલાલની આગાહી કરવામાં આવી છે.મદાવાદમાં સાત સ્થળો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અખબારનગર અન્ડરપાસમાં BRTS ફસાઈ છે.  આ ઉપરાંત અમદાવાદમાં AMTSની 10 બસ બંધ પડી છે.


Share this Article