આખા મહિનાની તારીખ પ્રમાણે આગાહી કરીને અંબાલાલ પટેલે આખા ગુજરાતને ચોંકાવી દીધું, જાણો એક એક દિવસના હવામાન વિશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ થયો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો મળ્યો છે. જોકે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) સપ્ટેમ્બરમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે.

 


Share this Article
TAGGED: ,