Gujarat Weather Updates News : ગુજરાતની જનતાએ કાતિલ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું જોઇએ, રાજ્યમાં ઠંડી હજુ વધી શકે છે, અને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ વખતે ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડીના તમામ રેકોર્ડ તૂટી જશે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દિવસેને દિવસે ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ શીતલહેરમાં રાહતના કોઈ સમાચાર નથી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે, એટલું જ નહીં આ વખતે રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ વખતે ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડશે, અને જાન્યુઆરીમાં પણ આ જ સ્થિતિ રહેશે. ખાસ વાત એ છે કે તીવ્ર ઠંડીનો સમયગાળો ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. છેલ્લા પાંચ-છ દિવસથી ઠંડીનો ચમકારો પ્રસરી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં રાત-દિવસ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, નલિયા તેમજ અમદાવાદ અને રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો થયો છે.
2024માં સોનાએ અદ્ભુત વેગ મેળવ્યો, WGCએ શું કહ્યું – નવા વર્ષમાં ભાવ ધીમો પડશે?
પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશે ચીન સાથે મળીને બનાવ્યો નવો પ્લાન, ભારતની ચિંતા વધી
18 વર્ષીય ડી ગુકેશે રચ્યો ઈતિહાસ, ચેસમાં સૌથી યુવા વયે બન્યો વર્લ્ડ ચેમ્પિયન
ભારતીય હવામાન વિભાગે શનિવારે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના વિસ્તારોમાં કોલ્ડવેવ, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં બીજી વખત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 ડિસેમ્બરથી કંપાવી દે તેવી ઠંડી પડશે. તેમણે જણાવ્યું હતું કે, 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે.