ગરમ કપડાં કાઢી રાખજો, આગામી દિવસોમાં ઠંડી દાઢી ધ્રુજાવશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદમાં ભલે સવારના સમયે જ ટાઢોળુ અનુભવાતું હોય આગામી દિવસોમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડશે. એ વાત નક્કી છે. કારણ કે, પહાડોના રાજ્ય ગણાતા હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે અનેક ટેકરીઓ બર્ફાચ્છાદિત થઈ ગઈ હતી. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પૂર્વી લહેરને કારણે પાંચ દિવસમાં હવામાન પલટાશે. જ્યારે વરસાદને લઈને પોંડીચેરીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કેરળમાં ગત રવિવારે વરસાદ પડ્યો હતો.

દિલ્હીમાં શિયાળો શરૂ થઈ ચૂક્યો છે. પણ દિલ્હીના પ્રમાણમાં જેવી જોઈએ એવી ઠંડી અત્યારે નથી. પણ આગામી દિવસોમાં દિલ્હીમાં ઠંડી વધશે તો ગુજરાત સહિતના રાજ્યને એની અસર અનુભવાશે. ઠંડા પવન ફૂંકાશે. દિલ્હીના શહેરમાં તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર વર્તાય રહી છે. આ સિસ્ટમને કારણે મેદાની પ્રદેશમાં ટાઢોળું વર્તાય રહ્યું છે. જોકે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતના હવામાનમાં પણ એ પલટોજ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા છતીસગઢમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડશે.

વર્લ્ડ કપમાં હાર બાદ PM મોદીને ‘પનૌતી’ કહીને શરૂ થઈ રાજનીતિ, જવાબમાં ભાજપે શેર કર્યો પ્રિયંકાનો વીડિયો

શું અમદાવાદના દર્શકોએ ટીમ ઈન્ડિયાને હરાવ્યું? વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં શું થયું, જેના કારણે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતી ગયું?

બિહારમાં શિયાળો શરૂ થતાં જ ધુમ્મસ જોવા મળ્યું હતું. જોકે, દિલ્હીમાં પ્રદૂષણ છે કે ધૂમ્મસ છે એ દિલ્હીવાસીઓ નક્કી કરી શકતા નથી.જોકે, ધીમે ધીમે વધી રહેલી ઠંડીને કારણે અનેક જગ્યાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. રાજધાનીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કિનારાના પ્રદેશમાં સાંજે છ વાગ્યા બાદ અંધારૂ થઈ જાય છે. જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનનો મારો અનુભવાય છે. જેના કારણે આગામી દિવસોમાં ગરમ કપડાં કાઢવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્રના કિનારાના ભાગની વાત કરવામાં આવે તો વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે ભેજના પ્રમાણમાં વધારો થતા ભીનાશ વર્તાય રહી છે. જોકે, આવનારા દિવસોમાં ધૂમ્મસ જોવા મળી શકે છે.


Share this Article