Gujarat News: મેરી મીટ્ટી, મેરા દેશ ‘ કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં જીલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે મામલો બિચકતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.કાર્યક્રમમાં થયેલ બોલાચાલીનો મામલો ગાંધીનગર કમલમ ખાતે પોહ્ચ્યો હતો.
#WATCH | Gujarat: A verbal spat broke out between Jamnagar North MLA Rivaba Jadeja and MP Poonamben Maadam during an event in Jamnagar.
(Visuals from earlier today) pic.twitter.com/J9wYiOmQgG
— ANI (@ANI) August 17, 2023
જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ (Rivaba and Poonam madam) તેમજ મેયર વચ્ચેની થયેલી બોલાચાલીની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમને રિવાબા અને પૂનમ માડમ વચ્ચે થયેલ બોલાચાલી વિશે પુછાતાં તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે.
ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા.જેનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે.કોંગ્રેસનાં પ્રવક્તા (Congress Spokesperson)ર્ડા. મનિષ દોશીએ જામનગરમાં ધારાસભ્ય-મેયર વચ્ચે થયેલ બોલાચાલી બાદ પ્રતિક્રિયા કહ્યું કે જામનગરનાં જનપ્રતિનિધિ જનતાનો ભરોસો તોડી રહ્યા છે.
આ સમગ્ર મામલે મેયરને પૂછતા બીનાબેન કોઠારીએ કહ્યું હતું કે, આ અમારો ભાજપનો પારિવારિક મામલો છે. હું આ અંગે કોઈ કોમેન્ટ નહી કરું