વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલો હવે રાજ્યભરમા ચર્ચામા છે. આ મામલે હવે તપાસ શરૂ કરાઈ છે.
મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે?
મયુર તડવીએ આખો ખેલ બીજી ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી રચ્યો હોવાનુ સામે આવ્યુ છે. આ બાદ તેણે કરાઈમાં ટ્રેનિંગ લીધી. હવે આ સમગ્ર મામલે એકેડમીએ મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે? તપાસ શરૂ કરી છે.
યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ
આ આખો ખેલ ત્યારે ખુલ્લો પડ્યો જ્યારે પગાર બિલ બનાવતી વખતે મયુરનો રોકેર્ડ સામે આવ્યો હતો. હાલ આ સમગ્ર બાબતની જાણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને કઈ રીતે થઈ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. બીજી તરફ યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે.
ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નામ ન હતુ
મળતી માહિતી મુજબ હાલ કરાઈ એકેડમીમાં 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. આ દરમિયાન પગાર બિલ બનાવતી વખતે મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં ન હતુ. એકેડમીએ આ મામલે અધિકારીઓને જાણ કરી અને વોચ રાખવાનુ શરૂ કરાયુ.
BEAKING: હોળી પહેલા નવી હોળી, LPG ગેસના બાટલામાં સીધા 50 રૂપિયાનો વધારો, નવો ભાવ રડાવી દેશે!
શું નદીમાં સિક્કો ફેંકવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને જ્યોતિષ શું છે
હોળીના માત્ર 3 દિવસ બાદ આ રાશિના લોકો જોરશોરથી ઉજવણી કરશે, રાતોરાત બની જશે કરોડપતિ
આ દરમિયાન તેની કોઈ ગેંગ સાથે જોડાણ છે કે નહી તે ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનુ કહેવુ છે કે આ નકલી પીએસઆઈ મયુરની 40 લાખ લઈને PSIની તાલીમ શરૂ કરવામાં આવી છે. આવનારા 2 દિવસમા ગૃહવિભાગ આ કેસમા નવા ખુલાસા કરે તેવી શકયતાઓ છે. જો કે, ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી આ મામલે ગુપ્ત તપાસ કરી રહ્યું છે.