ahmedabad news: અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ કંટાળીને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં તેણે આરોપો નાખ્યા છે કે પતિ માતા પાસેથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતો હતો. આવામાં ઘણીવાર કામકાજ કરીને પરણિતા ખૂબ થાકેલી હોય છતાં પતિ તેને શરીર સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. સંબંધ બાંધવા માટે દબાણ કરતો પતિ તબિયત કે થાકેલા શરીર વિશે વિચારતો નહીં. ધાકધમકી મળી છે. પરણિતા પતિ અને સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની પણ ફરિયાદ નોંધાવી છે.
આ વાત છે શહેરના સૈજપુર બોધા વિસ્તારની કે જ્યાં રહેતી એક પરણિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, લગ્ન પછી થોડો સમય તેને સાસરીયાઓએ સારી રીતે રાખી. પછી હેરાન પરેશાન કરી. સાસુ, નણંદ અને જેઠ ઘરકામ ઉપરાંત પોતાના અંગત કામો પણ પરણિતા પાસે જ કરાવતા. જોકે અનેક વખત કામકાજ કરીને ખુબ જ થાકી ગઈ હોય છતાં પતિ શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
જો કે મોટો આરોપ તો એ છે કે પરણિતાની ડિલિવરીનો ખર્ચ પણ તેની માતા પાસે કરાવ્યો હતો. પરણિતા જમવા માટે બેસે તો તેની સાથે ઝઘડો કરીને તેને ખાતા ખાતા ઉભી કરી દેતા અને જેઠ તેમજ પતિ તેને પકડી રાખે જ્યારે નણંદ અને સાસુ મારઝુડ કરતા હતાં. ફરિયાદી પરિણીતા બૂમો ન પાડી શકે તે માટે તેનું મોં પણ દબાવી રાખતા હતાં.
પતિ અને જેઠ મોજ શોખ પુરા કરવા તેમજ દારૂ જુગારીની ટેવ હોવાથી પરણિતાની વિધવા માતા પાસેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતાં હતા. સાથે જ અનેક પ્રકારની ધમકી આપતા હતા. ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે.