હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતમાં રોજ નવા નવા ખેલ જોવા મળી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલ આવતી વખતે પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોવા મળશે કે કેમ એમાં લાખો જનતાને સવાલ છે. આ વખતે ભાજપ કોના નેતૃત્વમાં ચૂંટણી લડશે એ ખુદ કાર્યકર્તાઓના મનમા સવાલ હતો. જો કે હવે એ સવાલ અમિત શાહે દૂર કરી નાખ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મંગળવારે કહ્યું છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
વિગતો મળી રહી છે કે અમિત શાહે વાત કરી હતી કે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે ફરી સત્તામાં આવશે. નામ લીધા વગર અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સપના બતાવનાર ગણાવ્યા હતા અને કહ્યું કે રાજ્યના લોકો તેની કોઈ જ વાતોમાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.
જો આ કાર્યક્રમ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ રૂ. 1179 કરોડના ખર્ચે કુલ 519 જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યા અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 394 કરોડના ખર્ચે 209 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂપિયા 785 કરોડના ખર્ચે 310 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.