(માહિતી બ્યુરો, પાલનપુર): અરવલ્લીની ગિરીકંદરાઓમાં પ્રતિ વર્ષ ભરાતા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા રાજ્યના માહિતી ખાતા દ્વારા અદ્યતન માહિતી સાથેનું પ્રદર્શન યોજવામાં આવે છે.
મેળાના પ્રારંભના દિવસે તા. ૫ સપ્ટેમ્બર-૨૦૨૨, સોમવારના રોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ડિસ્ટ્રીક્ટ જજશ્રી પી. પી. શાહ, નાયબ માહિતી નિયામક અમિત ગઢવીની ઉપસ્થિતિમાં આ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેને લાખો માઇભક્તોએ રસપૂર્વક નિહાળીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાત માહિતી મેળવી છે.
આ પ્રદર્શનના માધ્યમથી રાજ્ય સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ માહિતી ખાતા દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી ખાતાના આ પ્રદર્શનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની જોડીની ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામો, આ સરકારે લીધેલા અગત્યના પ્રજાહિતના નિર્ણયો અને એ નિર્ણયોથી જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની ઝાંખી કરાવતું આ પ્રદર્શન માઇભક્તો માટે સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે ગુગલ સમાન સાબિત થયું છે.સ