ગાંધીનગરની સેક્ટર – 26મા આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં યોગેશ ગજાનને એક વૃદ્ધાની છેડતી કરી હતી. બિભત્સ ચેનચાળા, નનામી પ્રેમ પત્રો લખીને છેલ્લા 6 વર્ષથી તે વ્રુદ્ધાને હેરાન કરી રહ્યો હતો. આ પછી ધૂળેટીનાં દિવસે તેણે તહેવારની આડમાં વ્રુદ્ધાને ખેંચીને બાથમાં પકડી લીધી હતી જે બાદ સોસાયટીનાં રહીશોએ તેને માર માર્યો હતો. વકિલ ચીડાઈ જતા પોતાના ધાબા પર ચઢી ગયો અને રહીશો પર છુટ્ટી ઈંટોના ઘા કરવા લાગ્યો.
આ વિશે વિગતે વાત કરીએ તો યોગેશ ગજાનન વ્રુદ્ધાના એકતરફી પ્રેમમાં હતો. હવે આ મામલે 58 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વકિલ છેલ્લા દસ વર્ષથી સોસાયટીમાં રહે છે અને ખરાબ દાનત રાખીને હેરાન કરે છે.
આ મામલે યોગેશની પત્ની અને માતાએ પાડોશી તરીકે માફી માંગી હતી અને સમાધાન કર્યુ હતું. ધુળેટીનાં દિવસે યોગેશ કાનડે ગુલાલ લઈને મહિલા પાસે પહોંચી ગયો અને મોઢા પર ગુલાલ લગાવી મહિલાને ખેંચીને બાથમાં લીધી જે બાદ અન્ય મહિલાઓએ તેમને છોડાવ્યા.
આ બાદ મહિલાનાં પુત્રો પણ દોડી આવ્યા અને યોગેશ દોડીને તેના ઘરના ધાબા પર ચાલ્યો ગયો અને રહીશો પર ઈંટો ફેંકવા લાગ્યો જેમા બે વસાહતીને ઇજા થઈ છે.