શિયાળામાં તમે ઘરે જ ચહેરા પર બ્રાઇડલ જેવો ગ્લો લાવી શકો છો, ત્વચાને ચમકદાર રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Healthy Tips: જો તમે તમારી સ્કિનને એકદમ હેલ્ધી, ગ્લોઈંગ અને ટાઈટ રાખવા માંગતા હોવ તો બજારના કેમિકલવાળા પ્રોડક્ટ્સ વાપરવા કરતાં ઘરના જ કેટલાક અસરકારક નુસખાઓ અજમાવો. સ્કિનમાં ગ્લો માટે જો તમે દરેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ યુઝ કર્યા છે અને તમને કોઇ ફાયદો નથી થયો તો તમે આ ખોરાક પોતાના ડાયટમાં શરૂ કરી દો. અમે તમને એવા જ બેસ્ટ નુસખા જણાવવાના છે. જેનાથી તમને સ્કિનની કોઈ પરેશાની નહીં રહે. આ નુસખા મહિલા અને પુરૂષો બંને માટે કારગર છે. તમે આ નુસખાઓ અપનાવશો તો ચોક્કસથી રિઝલ્ટ દેખાશે.

ચહેરાને સુંદર બનાવવા માટે મોટાભાગે મહિલાઓ ફેશિયલ કરાવતી હોય છે. ફેશિયલ કરાવવાથી ચહેરાની ડેડ સ્કિન નીકળી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. ઉપરાંત, સ્કિનમાં ગ્લો ન હોવાના કારણે આપણે ઘણા પ્રકારના મેકઅપ પ્રોડક્ટ પર ખૂબ વધુ રૂપિયા બરબાદ કરીએ છીએ, જેની અસર અમુક જ સમય સુધી રહે છે. પરંતુ આપણી સ્કિનનું અંદરથી હેલ્ધી રહેવું ખૂબ જરુરી હોય છે.

પ્રદૂષણ, થાક, સ્ટ્રેસના કારણે આપણી સ્કિન ઘણું બધુ સહન કરે છે. લોકપત્રિકા સાથે વાત કરતા ન્યુટ્રિશનિસ્ટ જલ્પા ચુડગરે જણાવ્યું કે, સ્કિનમાં ગ્લો જાળવી રાખવા માટે કોઈ કોસ્મેટિક વસ્તુઓ કે અન્ય ક્રીમ વાપરવાની જરૂર નથી. તમે તમારા ઘરે જ આ વસ્તુઓનું નિયમિતપણે સેવન કરીને તમારી ત્વચાનો ગ્લો વધારી શકો છો.

તેથી તમારા ડાયટમાં ઉમેરો આ હેલ્ધી ફૂડ:

ટામેટા: હેલ્ધી અને ચમકદાર સ્કિન જોઈએ તો તમારા ડાયટમાં ટામેટાને સામેલ કરો. ટામેટામાં વિટામિન સી રહેલું છે. ટામેટાંમાં ફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે. એ એનાલ્જેસિક એટલે દુખાવાને પણ દૂર કરવામાં મદદ કરે છે અને આંખના તેજને વધારે છે.

નારિયેળ પાણી: નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. ત્વચાની જાળવણી તેમ જ સૌંદર્ય માટે પણ નારિયેળ પાણી શ્રેષ્ઠ પીણું છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં રહેલાં છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ પાણી ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે છે જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે. દરરોજ એક નારિયેળ પાણીનું સેવન આપણી સ્કિનને મોઈશ્ચરાઈઝ અને નરિશમેન્ટ આપે છે. સાથે જ સ્કિન અંદરથી હાઈડ્રેટ રહે છે.

ગાજર: શિયાળાનું સુપરફૂડ ગાજર છે. બેદાગ અને નિખરી ત્વચા મેળવવા માટે તમે ગાજરનો જ્યૂસ અને સલાડ તરીકે તેને નિયમિત લઈ શકો છો. ગાજર વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર છે.

આ ઉપરાંત ગાજરમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, ડી, સી, બી6 હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

એમનેમ ગાડી Gift City ન જવા દેતા.. જાણો ગીફ્ટ સીટીમાં કોણ દારૂ પી શકશે અને કોણ નહિ… સરકારે જાહેર કરી ગાઈડલાઈન

વાહ: ફૂફાડા મારતા કોરોનાને શાંત પાડવા અમદાવાદમાં તૈયારી શરૂ, રાજકોટ પણ સજ્જ, જાણો ગુજરાત સરકારની તૈયારી

હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ

તો, તમે આજથી આ ફૂડને તમારા ડાયટમાં સામેલ કરો અને તમારી ત્વચાનો ગ્લો વધારો. જો તમને સ્કીન કેરને લગતા કે કોઈ અન્ય પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.


Share this Article