કેટલાક સમય પહેલાની જ વાત છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે લોકોની વચ્ચે જઈ મુલાકાત શરૂ કરી હતી. થોડા દિવસ પહેલાં અલગ અલગ ગામોની પણ મુલાકાત લીધી હતી જેમા તેમણે વિહાર ગામના પંચાયત ઘરની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લોકોની જે સમસ્યાઓ હતી એ પણ સાંભળી હતી. આ સાથે જ ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની પણ મુલાકાત લીધી હતી. જો કે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે મુખ્યમંત્રી કાર્યલાય સાથે જોડવવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી પટેલે ફરી એકવાર નાગરકોના હિતમાં નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે હવે તમે સીધા જ જોડાઈ શકશો. જેમાં કાર્યાલય સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમાં તમારો સીધો જ સંપર્ક થઈ જશે.
આ નંબરથી તમે તમારી વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશો. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ તમને મળશે. જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે, જેના પર તમે તમારી રજુઆત કરી શકો છો.