કોરોનાવાયરસ વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોના મહામારી હવે ત્રીજા વર્ષમાં પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવા પ્રકારો બ્રિટનમાં તબાહી મચાવી રહ્યા છે. જાેકે રાહતની વાત છે કે મૃત્યુઆંક ઘટી રહ્યો છે. હવે સરકારે પણ ધીમે-ધીમે કોરોના પ્રતિબંધો હટાવવાનું શરૂ કર્યું છે. ૨૭ જાન્યુઆરીથી માસ્ક અને વર્ક ફ્રોમ હોમ પણ બંધ કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે કોરોના હવે આપણા જીવનનો એક ભાગ છે. આપણે તેની સાથે જીવતા શીખવું પડશે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે વિશ્વમાં ચોથા નંબર પર ચાલી રહેલા બ્રિટને ગુરુવારથી વર્ક ફ્રોમ હોમ બંધ કરી દીધું છે, એટલે કે હવે બધાએ ફરજીયાત ઓફિસમાં આવીને કામ કરવું પડશે. ગુરુવારે અહીં કોરોનાના ૧,૦૭,૩૬૪ નવા કેસ આવ્યા અને ૩૩૦ લોકોના મોત થયા, તેમ છતાં બ્રિટને આ ર્નિણય લીધો છે. એટલું જ નહીં, ૨૭ જાન્યુઆરીથી ઘરની બહાર માસ્ક પહેરવું પણ ફરજિયાત નહીં હોય.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને કહ્યું છે કે, દેશની ૭૨% વસ્તીએ કોરોના રસીના બંને ડોઝ મેળવ્યા છે, જ્યારે ૫૫% લોકોને બૂસ્ટર ડોઝ મળ્યા છે. આવી સ્થિતિમાં બ્રિટનની ૯૫% વસ્તીને ચેપ અથવા રસીની અસરને કારણે એન્ટિબોડી સુરક્ષા મળી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે ગુરુવારે કહ્યું કે તેમના દેશે કોવિડ-૧૯ સાથે જીવતા શીખવું જાેઈએ. તેમણે કહ્યું કે સરકારે કોરોના વાયરસ પ્રતિબંધો હટાવ્યા બાદ બ્રિટન અન્ય દેશોની સરખામણીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સાજિદ જાવિદે કહ્યું, ‘આપણે તેની સાથે જીવતા શીખવું પડશે. તે દુઃખદ છે કે લોકો ફલૂથી પણ મૃત્યુ પામે છે.
ખરાબ ફ્લૂના વર્ષમાં તમે લગભગ ૨૦,૦૦૦ લોકોના મૃત્યુ જાેયા છે. પરંતુ અમે અમારા આખા દેશને ફરીથી બંધ કરી શકતા નથી.’ આરોગ્ય મંત્રીએ કહ્યું, ‘કોરોના જવાનો નથી. તે આપણી સાથે ઘણા વર્ષો અથવા હંમેશ માટે રહેશે. આપણે તેની સાથે જીવતા શીખવું પડશે. મને લાગે છે કે આપણે મહામારી થી સામાન્ય બિમારી તરફ આગળ વધી રહ્યા છીએ. અમે દુનિયાને બતાવી રહ્યા છીએ કે તમે કોવિડ સાથે કેવી રીતે જીવી શકો.” બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે કોવિડ હંમેશા માટે અમારી સાથે રહેશે. પરંતુ આશા છે કે, માર્ચ સુધીમાં તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે. બ્રિટન પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે.