શિયાળામાં સામાન્ય રીતે રૂ.20-30માં કિલો મળતાં શાકના ભાવ રૂ.80ને પણ આંબી ગયા. લગ્નગાળી તેમજ ઓછી આવકને કારણે લીલા શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે. શિયાળામાં જે શાકભાજી કિલોના રૂ.20થી 30માં મળતા હતા તે વધીને રૂ.80ને આંબી ગયા હોવાનું વેપારીઓનું કહેવું છે.
લીંબુ, આદુ અને લસણના ભાવ સામાન્ય પરિવારના બજેટ બહાર જતા રહ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થવા પાછળના કારણમાં લગ્નગાળામાં લીલા શાકભાજીના વધુ ઉપયોગ તેમજ શિયાળામાં મળતા લીલા શાકભાજી હવે ફ્રોઝન કરી રેફ્રિજરેટરમાં સાચવી રાખવાનું ચલણ વધ્યું હોવાથી ઉપાડવષ્યો છે. જ્યારે સામે પુરવઠો ઘટયો છે આને કારણે અચાનક શાકભાજીના ભાવ ઊંચકાવા હોવાનું વેપારીઓનું કહેવું છે
બજારમાં લીલા શાકભાજીની આવક દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછી રહેતાં કેટરર્સ અન્ય વિકલ્પ આપી રહ્યા છે. એપીએમસીના વેપારીઓનું કહેવું છે કે, હાલ શાકભાજીની આવક રોજના 2થી 3 ટન ઓછી થઈ છે પણ સામે કાકડીના ભાવ બમણાં, આદુનાં ભાવ ઓછા થયા અને માંગમાં વધારો થયો છે. લગ્નગાળા ઉપરાંત હોટેલોમાં પણ બનતી વિવિધ ગ્રેવી માટે લસણ, આદુ, કોથમીરનો વપરાશ વધુ છે.
સૂકા અને લીલા લસણનો ભાવ તો કિલોના રૂ.400ને પાર કરી ગયો છે. આદુનો ભાવ થોડા સમય પહેલાં 100 રૂપિયે કિલો બોલાતો હતો પરંતુ હવે ઉછળીને 160ની આસપાસ પહોંચી ગયો છે. લીંબુના ભાવ પણ કિલોના રૂ.160 સુધી પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારની સરખામણીએ છૂટક વેપારીઓની નફાખોરીને લીધે પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે.