કોરોનાએ પશ્ચિમ બંગાળમાં ભારે ઉત્પાત મચાવીને હવે ડોકટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓને પણ સકંજામાં લેવા માંડ્યા છે. કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ સહિત ૧૯૮ ડોકટરો કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ વ્યાપી ગયો છે.સરકારી મેડિકલ કોલેજના આટલા ડોકટરો કોરોના પોઝિટિવ થતા હવે દર્દીઓની સારવાર કેવી રીતે થશે તેના પર પણ સવાલ ઉભો થયો છે.
એવુ જાણવા મળ્યુ છે કે, હોસ્પિટલની આઉડોટર સેવાઓમાં કાપ મુકવાનુ વિચારવામાં આવી રહ્યુ છે.ઈમરજન્સી સેવાઓને ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોટોકોલ પ્રમાણે તો આઈસોલેશન ૧૪ દિવસનુ હોય છે.જેના પગલે હોસ્પિટલની સેવાઓ પર અસર પડે તે સ્ભાવિક છે.
બીજી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ત્યાંના ડોકટરોને પણ એનઆરએસ મેડિકલ કોલેજમાં લાવવા શક્ય નથી. અન્ય હોસ્પિટલોમાં પણ ડોકટરો સંક્રમિત થઈ રહ્યા છે.કોલકાતા મેડિકલ કોલેજના ૬૦ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તર બંગાળ મેડિકલ કોલેજમાં પણ ૨૫ ડોકટરો અને હેલ્થ વર્કર કોરોના પોઝિટવ આવ્યા છે.