મધ્યપ્રદેશને “ભારતનું હૃદય” તરીકે ઓળખવામાં આવે છે. તે લગભગ તમામ ધર્મોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ઘર છે. રાજ્યભરમાં અસંખ્ય સ્મારકો, જટિલ કોતરણીવાળા મંદિરો, સ્તૂપ, કિલ્લાઓ અને મહેલોથી પથરાયેલા છે. મધ્યપ્રદેશનું કુદરતી સૌંદર્ય પણ એટલું જ વૈવિધ્યસભર છે. રાજ્યમાં શક્તિશાળી પર્વતમાળા,ખળખળ વહેતી નદીઓ અને માઈલો સુધી લાંબા લીલાછમ જંગલો આવેલા છે.વાસ્તવમાં મધ્યપ્રદેશનો એક મોટો હિસ્સો વન કવર હેઠળ છે, જે વન્યજીવનનું અનોખું અને આકર્ષક દ્રશ્ય રજૂ કરે છે. મધ્યપ્રદેશના કાન્હા, બાંધવગઢ,પેન્ચ, પન્ના અને સતપુરાના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તમે વાઘ, બાઇસન અને વિવિધ પ્રકારના હરણ અને કાળિયાર આવેલા છે.
મધ્યપ્રદેશના વન્યજીવનની દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે. વર્ષ 2022-23 દરમ્યાન અંદાજે 25 લાખ લોકોએ મધ્યપ્રદેશના વન્યજીવનની મુલાકાત લીધી હતી, જેમાં 50 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓ સમાવિષ્ઠ છે. દેશ-વિદેશમાંથી આવતા મોટાભાગના પ્રવાસીઓ મધ્યપ્રદેશમાં વાધ અને તેની વન્યજીવ સૃષ્ટિ જોવા આવે છે.
મધ્યપ્રદેશ પાસે હાલ ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ટિયાની સાથે સાથે ચિત્તા સ્ટેટ, લેપર્ડ સ્ટેટ, વલ્ચર સ્ટેટ, ઘડિયાલ સ્ટેટ અને વુલ્ફ સ્ટેટના ટૅગ્સ પ્રાપ્ત છે. મધ્યપ્રદેશ સતત તેના સમૃદ્ધ વન્યજીવન વારસાને આગળ લઈ જઈ રહ્યું છે.
સતત વધી રહ્યાં છે રાજ્યમાં પ્રવાસીઓ
25 લાખથી વધુ પ્રવાસીઓએ વર્ષ 2022-23 દરમ્યાન મધ્યપ્રદેશના વન્યજીવન મુલાકાત લીધી છે, જેમાં 50હજારથી વધુ વિદેશી પ્રવાસીઓ હતા. ગત વર્ષ 2021-22માં પણ અંદાજે 24 લાખ પ્રવાસીઓએ રાજ્યના વન્યજીવનની મુલાકાત લીધી હતી.
વિદેશી પ્રવાસીમાં પણ થયો વધારો
ગત વર્ષે 50 હજારથી વધુ વિદેશી પ્રવાસીએ મધ્યપ્રદેશના જંગલોનો પ્રવાસ કર્યો હતા. જે વર્ષ 2021-22 કરતા 5 ગણા વધુ છે. વર્ષ 2021-22 દરમ્યાન રાજ્યમાં 11 હજાર વિદેશી પ્રવાસીઓએ વન્યજીવનની મુલાકાત લીધી હતી.
સતપુરા નેશનલ પાર્ક છે વર્લ્ડ હેરિટેજ સાઈટના ટેન્ટેટિવ લિસ્ટમાં સમાવિષ્ટ
સતપુરા નેશનલ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઈટની નેચરલ કેટેગરીમાં વર્ષ 2021માં નોમિનેટ કરવામાં આવ્યું હતું. સતપુરા નેશનલ પાર્ક ઘણું શાંત વાતાવરણ સર્જે છે જ્યાં તમે રીંછના નશકોરા અને વાઘની ગર્જના સ્પષ્ટ પણે સાંભળી શકો છો.
વર્ષ 2024 થી શરૂ થશે દેશની પ્રથમ ચિત્તા સફારી
મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્ક ખાતે ગત વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ નામબિયાથી લાવેલા ચિત્તાને છોડ્યા હતા. વન્યજીવ નિષ્ણાંત દ્વારા સતત તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે, અને જરૂરી સંરક્ષણ આપી, તેઓને ભારતની આબોહવામાં અનુકુળ વાતાવરણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે, જેથી તેઓ અહીં વસવાટ કરી શકે. હાલ દેશમાં ચિત્તાની સંખ્યા 23 થઈ ગયી છે. વર્ષ 2024થી મધ્યપ્રદેશમાં દેશની પ્રથમ ચિત્તા સફારી શરૂ થશે.