કોઈ જઘન્ય અપરાધ બાદ માણસ ક્યારે હેવાન બની જાય તે કહી શકાય નહીં આવી વાતો તમે સાંભળી હશે. સોશિયલ મીડિયા પર છાશવારે કેટલાક એવા શરમજનક વીડિયો વાયરલ થતા હોય છે જેને જાેઈને લોકો કહેવા લાગ્યા છે કે ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે. કઈક આવો જ મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ શ્વાન પર રેપ કરતો જાેવા મળ્યો. આ શર્મસાર કરનારી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં ૬૦ વર્ષના એક વૃદ્ધ સસરાએ પોતાની વાસના મીટાવવા માટે શ્વાન સાથે માનવતાની તમામ હદો પાર કરીને ગંદુ કામ કર્યું. વૃદ્ધની આ ગંદી હરકતનો તેની પુત્રવધુએ વીડિયો બનાવી લીધો. પુત્રવધુ જ્યારે શ્વાન સાથે થઈ રહેલા આ ગંદા કામનો વીડિયો બનાવી રહી હતી ત્યારે અચાનક સસરાની નજર તેના પર પડી તો આરોપી તે જ હાલતમાં વહુ સાથે હાથાપાઈ કરીને તેનો મોબાઈલ છીનવવાની કોશિશ કરવા લાગ્યો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થયો. જેમાં વૃદ્ધ અને મહિલા વચ્ચે હાથાપાઈ થતી જાેવા મળી રહી છે. ત્યારબાદ પુત્રવધુએ જેમ તેમ કરીને પશુ પ્રેમી તથા સંરક્ષણ સંસ્થા સંલગ્ન ટીમને આ ઘટનાની જાણકારી આપી. પીડિતાની વાત સાંભળીને ઁહ્લછ ની ટીમ તરત એક્ટિવ થઈ અને ત્યારબાદ આગળનું કામ ઝડપથી થયું. મામલાની જાણ થતા જ પોલીસે ૬૦ વર્ષના આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે.
આ બાજુ સ્થાનિકોનું કહેવું છે કે આરોપી પહેલેથી જ આ પ્રકારની હરકત કરી ચૂક્યો છે. આ મામલે એસપી સિટી-૨ જ્ઞાનેન્દ્રકુમાર સિંહે જણાવ્યું કે વીડિયોના આધાર પર કરાયેલી ફરિયાદના આધારે વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. આરોપી વૃદ્ધ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૭માં કેસ દાખલ થયો હતો. મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં પણ બરાબર આવો જ એક મામલો સામે આવ્યો હતો જેણે માનવતા શર્મસાર કરી નાખી.
ત્યાં ૨૦ વર્ષના તૌફીકે એક ફીમેલ ડોગીને પોતાની વાસનાનો શિકાર બનાવી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આરોપી પર અપ્રાકૃતિક યૌન સંબંધ મામલે એફઆઈઆર દાખલ થઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ શ્વાન સાથે રેપનો આરોપી બ્રેડ વેચતો હતો. જેના વિરુદ્ધ અપ્રાકૃતિક શારીરિક સંબંધ બદલ આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ એફઆઈઆર દાખલ થઈ હતી.
અત્રે જણાવવાનું કે આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી છે. ગુરુગ્રામમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યારે બિહારના પાટનગર પટણામાં એક ગાર્ડે પાર્કિંગમાં શ્વાન સાથે રેપ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.