આ તારીખે ટ્રેક પર દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન, જાણો કેમ હશે અન્ય દેશોથી અલગ, 350 કિમીની સ્પીડ સાથે બીજું શું હશે ખાસ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

IndianRailway:ભારતની બુલેટ ટ્રેન કંઈક આવી હશે.રેલ મંત્રીએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે મેં 10-12 દિવસ પહેલા તેની સમીક્ષા કરી હતી. તે 284 કિમી સુધી તૈયાર છે. ટ્રેક નાખવામાં આવી રહ્યો છે, ઓવરહેડ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે ઘણા દેશોમાં બુલેટ ટ્રેન શરૂ થવામાં 20 વર્ષ જેટલો સમય લાગે છે, પરંતુ ભારતમાં આ પ્રોજેક્ટ 8 વર્ષમાં તૈયાર થઈ જશે.

14 સપ્ટેમ્બર 2017ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો. આ ટ્રેક પર મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હશે.બુલેટ ટ્રેનની ખાસ વાત એ હશે કે તે ભારતમાં દોડનારી અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન હશે.આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં દોડશે. આ કોરિડોર 508 કિલોમીટર લાંબો છે.

તેમણે કહ્યું કે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રેન દોડશે. તે જાપાનના સહયોગથી બનાવવામાં આવી રહ્યું છે.આ કોરિડોર પર 12 સ્ટેશન હશે. આ સ્ટેશનો મુંબઈ, થાણે, વિરાર, ભોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી હોઈ શકે છે. તેમાંથી મુંબઈ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ, બિઝનેસ અને ઈકોનોમી ક્લાસ હશે. તેમાં લક્ઝરી સીટો, એક અલગ કેબિન, રીડિંગ લેમ્પ, ચાર્જિંગની સુવિધા અને ઓવરહેડ લગેજ રેક પણ હશે.

RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી


Share this Article
TAGGED: