સલામ છે આ રીક્ષાવાળાને, જ્યાં કોઈ કોઈનું નથી એવા કરિકાળમાં પેસેન્જરના ભુલાયેલા આટલા બધા પૈસા પરત કર્યા

Lok Patrika
By Lok Patrika
Share this Article

કર્મોનું ફળ હંમેશા મળે છે પછી એ સારા હોય કે ખરાબ. કહેવાય છે ને કે સત્કાર્યો ક્યારેય એળે નથી જતાં. આવો જ એક કિસ્સો બેંગલુરુમાં બન્યો છે. જ્યાં એક રિક્ષાચાલકે ખોટા યુપીઆઈના કારણે ભૂલથી તેના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયેલા ૧૦,૦૦૦ રૂપિયા પેસેન્જરને પરત આપ્યા હતા. આ રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ તંગ હોવા છતાં તેણે લોભ-લાલચ રાખ્યા વિના ઈમાનદારી દાખવી. તેની આ જ પ્રામાણિકતાથી ખુશ થઈને શહેરના લોકોએ તેના માટે મદદનો ધોધ વહાવ્યો છે.

ગોપી નામના ૫૮ વર્ષીય રિક્ષાચાલકના ખાતામાં તેની રિક્ષામાં બેઠેલા એક આઈટી કન્સલ્ટન્ટ અને વકીલ શિવા કુમાર જી બેઠા હતા. તેમણે ૧૨૦ રૂપિયા ભાડું યુપીઆઈ દ્વારા ચૂકવ્યું હતું. બાદમાં કુમારના એક ફ્રેન્ડને ૧૦,૦૦૦ની રકમની જરૂર પડી હતી અને તેણે રૂપિયા આ જ એપથી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જાેકે, કુમારે ભૂલથી તે રકમ ફ્રેન્ડના બદલે ગોપીના ખાતામાં જમા કરાવી દીધી હતી. પહેલા તો કુમાર ગભરાઈ ગયા કે પરંતુ બાદમાં ગોપીને આ અંગે જાણ થતાં તેણે તેમને નિશ્ચિંત થઈ જવાનું કહ્યું.

ગોપીને એપ વાપરતાં આવડતી નહોતી પરંતુ શિવા કુમારે ફોન પર તેને માર્ગદર્શન આપતાં તે રૂપિયા ટ્રાન્સફર કરી શક્યો. રૂપિયા પાછા મળતાં શિવા કુમારના જીવમાં જીવ આવ્યો હતો. ગોપીને નહોતી ખબર કે તેણે દાખવેલી આ ઈમાનદારીનું ફળ તેને મળશે. કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ સાનિયા જયપાલે ગોપીની મદદ કરવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. સાનિયાનું કહેવું છે કે, ગોપીની વાત તેના હૃદયને સ્પર્શી ગઈ હતી. “ગોપીએ કહ્યું હતું કે, તે પોતે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેને દરેકના રૂપિયાની કદર છે. દરેકે દરેક વ્યક્તિના રૂપિયા તેમની સખત મહેનતનું પરિણામ હોય છે. ગોપીનું આ વાક્ય મારા દિલને સ્પર્શી ગયું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly