નવો દર્દી લાવો અને મેળવો સોના ચાંદી તેમજ રોકડા રૂપિયાનું શાનદાર ઇનામ, આ હોસ્પિટલે બહાર પાડી દિવાળી ધમાકા ઓફર

Lok Patrika
By Lok Patrika
Share this Article

દિવાળી આવતાની સાથે જ ઘરવપરાશની ચીજવસ્તુઓ માટે જ ઑફર્સની સાથે સાથે  સોના-ચાંદી સહિત તમામ પ્રકારની ઑફર્સ મળવા લાગે છે. કેટલાક મોબાઈલ અને કેટલાક ઘરની વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો કાર ખરીદે છે, જ્યારે ઘણા એવા છે જેઓ તેમના ઘરમાં નવા વાસણો ખરીદીને લાવે છે. ઘણા દુકાનદારો તેમની દુકાન પર એક સાથે એક ફ્રી ઓફર કરે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ હોસ્પિટલને દિવાળીના અવસર પર ઑફર કરતી જોઈ છે?

તમને નવાઈ લાગશે પણ આવુ હકીકતમા પણ એક સ્થળે ઉપલબ્ધ છે. એમપી ગજબ હૈ, સબસે અજબ હૈ‘, એવું જ કંઈક મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં જોવા મળ્યું છે. અગર માલવા જિલ્લામાં હાજર તબીબી વિભાગે એક વિચિત્ર રીતે ઓફર બહાર પાડી છે. અહીં ટીબીના દર્દીને લાવનાર વ્યક્તિને 500થી 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પોસ્ટરમાં જોઈ શકાય છે કે ટીબીના દર્દીને લઈને આવનાર વ્યક્તિને ઈનામ આપવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલનું કહેવું છે કે તેઓ ટીબીના રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે આવું કરી રહ્યા છે જેથી તેઓ આ રોગ છુપાવવાને બદલે તેને હોસ્પિટલમાં લાવે અને સારવાર કરાવે. લોકોને નવાઈ લાગે છે કે હોસ્પિટલે આ પ્રકારની ઑફર ક્યારે આપવાનું શરૂ કર્યું? વાયરલ થયેલા પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે મેડિકલ વિભાગે દિવાળી પર નેશનલ ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન પ્રોગ્રામહેઠળ દીપાવલી રિવોર્ડ સ્કીમ શરૂ કરી છે જેમાં ઓફર છે નવા ટીબી દર્દી લાવો અને ઈનામ મેળવો‘.

 ટીબીના દર્દીઓની સંખ્યાના આધારે લોકોને ઈનામ મળશે જો કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરે તો તેને 500 રૂપિયા કે ટિફિન, પાંચ દર્દીઓને 2500 રૂપિયા કે મિક્સર, 10 દર્દીઓને 5000 રૂપિયા કે મોબાઈલ, 15 દર્દીને લાવનાર વ્યક્તિને 7500 રૂપિયા અથવા 10 ગ્રામનો ચાંદીનો સિક્કો મળશે. હોસ્પિટલમાં આવા 40 દર્દીઓ આવે તેને 4 ગ્રામ સોનાનો સિક્કો અથવા 20 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 હોસ્પિટલે આ દિવાળી ઓફર 24 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2022 સુધી લાગુ રાખી છે. આ દરમિયાન દર્દીઓને લઈને આવનાર લોકોને ઈનામની રકમ અથવા ભેટ આપવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર રાજેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબીને નાબૂદ કરવાની યોજના છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly