બિહારના કટિહાર રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કંચનજંગા એક્સપ્રેસમાં એક મહિલા મુસાફરે ચાલતી ટ્રેનમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન TETથી લઈને મુસાફરો અને રેલવે અધિકારીઓએ મહિલાને સંપૂર્ણ મદદ કરી હતી. આ પછી સ્ટેશન પર ખુશીમાં લાડુ જ વહેંચવામાં આવ્યા હતા અને દીકરીના જન્મ પર ટ્રેનમાં હાજર મુસાફરો અને અન્ય અધિકારીઓએ મહિલાને અભિનંદન આપતા કહ્યું કે લક્ષ્મી આવી છે.
આ કિસ્સો છે કટિહારના બારસોઈ જંકશનનો છે જ્યા કાલે કટિહારના ડીઆરએમ કર્નલ એસકે ચૌધરી ઓચિંતી તપાસ માટે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે બારસોઈ રેલ્વે જંકશન કોમ્પ્લેક્સ, કંટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્વચ્છતા વગેરે જોયા. નિરીક્ષણ દરમિયાન, સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનમાં કિશનગંજથી દાલખોલા જતી એક મહિલા મુસાફરને પ્રસૂતિની પીડા થઈ હતી.
આ બાદ તરત જ રેલ્વે પ્રશાસનને આ વાતની જાણ કરવામા આવી અને મહિલાની તાત્કાલિક મદદ કરવામાં પણ આવી હતી. જે બાદ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. અહીં ટ્રેનમાં બાળકીના જન્મ બાદ સ્ટેશન પર ખુશીમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. DRM, TET સહિતના અધિકારીઓ અને કર્મચારીઓને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. માહિતી બાદ ડીઆરએમ કર્નલ એસકે ચૌધરીએ પોતાની ટીમ સાથે બારસોઈ રેલવે સ્ટેશન પર માતા-બાળકને જોયા હતા.
પરિવારના સભ્યોને શુભેચ્છાઓ આપવામા આવી અને ફળો, જ્યુસ, પાણી વગેરેની પણ વ્યવસ્થા કરવામા આવી. ત્યાર બાદ રેલ્વે ડોક્ટર દ્વારા તપાસ કરાવી હતી. તેમણે પરિવારના સભ્યોને ખાતરી આપી હતી કે તેઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી આગામી સ્ટેશન પર ડૉક્ટર દ્વારા તપાસવામાં આવશે. સાથે જ કોઈપણ પ્રકારની અગવડતાના કિસ્સામાં ટ્રેન ઓપરેટરનો સંપર્ક કરીને મદદ મેળવવા સૂચના આપી હતી.