શિવ નગર મોર, દમોહ નાકા ITI રોડ, જબલપુર ખાતે આવેલી ન્યૂ લાઇફ હોસ્પિટલમાં મોટી આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં ઘણા દર્દીઓ દાખલ છે જેથી આગ લાગતા જ અફરા-તફરી મચી ગઈ હતી. આ ભયાનક આગમાં 7 લોકોના મોત થયા હતા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો હોસ્પિટલના કર્મચારીઓના છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.