મહારાષ્ટ્રના અમરાવતીમાં એક આધેડ વયના શિક્ષક કોલેજ સ્ટુડન્ટના પ્રેમમાં એટલો પાગલ બની ગયો કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. અમરાવતીની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની ઉંમર 16 વર્ષની છે અને તે વરુડની રહેવાસી છે. તેણીએ પ્રવીણ ધોટે નામના શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો હતો. હાલ પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
મામલો એવો છે કે યુવતી મહારાષ્ટ્રના અમરાવતીની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરે છે અને 43 વર્ષીય પ્રવીણ ધોટે શિક્ષક છે અને તેનું ઘર મોરશી છે. શિક્ષક અને વિદ્યાર્થી નજીકના ગામના હોવાથી બંને એક જ બસમાં અમરાવતી જતા હતા. આ જ કારણ છે કે બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. એટલું જ નહીં, આરોપી શિક્ષકે વિદ્યાર્થીને પ્રવેશ અપાવવામાં પણ મદદ કરી હતી જેના કારણે વિદ્યાર્થીના મનમાં આરોપી શિક્ષક માટે આદર વધી ગયો હતો.
જોકે, આરોપી શિક્ષકે આ સન્માનનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફેવર આપવાનો ફાયદો ઉઠાવીને આરોપી પ્રવીણ ધોટેએ વિદ્યાર્થિની સાથે નિકટતા વધારી અને 17 ઓક્ટોબરના રોજ આરોપી પ્રવીણ ધોટેએ યુવતીને પોતાના દિલની વાત કહી. આરોપી શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું- ‘ તું મને પસંદ છે.. આપણા ગુરુ-શિષ્યના સંબંધને માર ગોળી અને ચાલ રિલેશનમાં રહીએ….તુ મને ખુબ જ ગમે છે.
આરોપી શિક્ષકે ન માત્ર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, પરંતુ હવે તે હાથ ધોઈને વિદ્યાર્થીની પાછળ પડી ગયો. હવે તેણે વિદ્યાર્થીનીને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે તેનો ઉપદ્રવ વધી ગયો તો યુવતીએ પોલીસ પાસે જવાનું યોગ્ય માન્યું. વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે એવી લાગણી ન હોવાથી તેણે શિક્ષકની ઓફર ઠુકરાવી દીધી. આરોપી શિક્ષકની હેરાનગતિથી પરેશાન વિદ્યાર્થીએ વરુડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.