બિહારના સીતામઢીમાં એક તાંત્રિકે સગીર બાળકી પર દુષ્ટ આત્માનો પડછાયો હોવાનું કહીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં પીડિત બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું કે તે તેની પુત્રી સાથે ઘરમાં હતી, તે જ સમયે કથિત બાબા આવ્યો. એ પછી કહ્યું કે તમારી દીકરીમાં દુષ્ટ આત્માનો વાસ છે, તમે બહાર જાઓ. જે બાદ તેણે તેની પુત્રીને ઘરમાં બંધ કરીને બળાત્કાર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે સગીરે વિરોધ કર્યો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.
આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી અને ત્યારબાદ પંચાયતે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના પરિવારનો આરોપ છે કે જો તેણી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પરંતુ પીડિતાના પરિવારે આખરે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં નાનપુરના પોખરૈરા ગામના રહેવાસી મુખ્ય આરોપી સનાઉલ રહેમાન ઉસ્માની ઉર્ફે બાબા, અકીલુર રહેમાન ઉર્ફે નોમાની અને મોહમ્મદ જમાલી સહિત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.