મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન એક ખેતરમાં તૂટી પડ્યું હતું. જેમાં 22 વર્ષની મહિલા પાયલટ ઘાયલ થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન જે સમયે ખેતરમાં પડ્યું તે સમયે નજીકમાં ખેડૂતો પણ કામ કરી રહ્યા હતા. લોકોએ જણાવ્યું કે અકસ્માત બાદ ત્યાં કામ કરતા ખેડૂતો ડરી ગયા હતા.
આ ઘટના વિશે માહિતી આપતા, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જણાવ્યું કે તાલીમાર્થી પાયલોટનું નામ ભાવિકા રાઠોડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વિમાન કાર્વર એવિએશન બારામતીનું છે. પાવર સપ્લાયમાં ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હતું.